11 December, 2023 11:30 AM IST | Banars | Gujarati Mid-day Correspondent
બનારસ વેડિંગ સ્પેશિયલ પાન
એક બાજુ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે બીજી બાજુ બનારસની ૧૩૩ વર્ષ જૂની પાનની દુકાનનું ‘સ્પેશ્યલ સુહાગરાત કપલ પાન’ ખાસ્સું ચર્ચામાં છે. લગ્નની સીઝનમાં આ પાનની ભારે ડિમાન્ડ છે. આ પાન સ્પેશ્યલ ઑર્ડરના આધારે તૈયાર કરવામાં આવે છે. એની કિંમત ૧૧૦૦ રૂપિયા છે અને એ પતિ-પત્ની માટે તૈયાર કરવામાં આવે છે. જો આ પાનની ખાસિયતની વાત કરીએ તો એમાં ઘણી વરાઇટી ઉપલબ્ધ છે; જેમાં કાથો, ચૂનો, ૪૦થી વધારે મીઠા મસાલા નાખવામાં આવે છે, જેમાં અલગ-અલગ રંગની ચેરી, ગુલકંદ અને કેસર સહિતની વસ્તુઓનો સમાવેશ હોય છે. એના પર સિલ્વર અને ગોલ્ડન કલરની પરત પણ લગાડવામાં આવે છે.