08 February, 2023 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑટોરિક્ષાને બનાવી દીધી ડિઝાઇનર કાર
ભારતીયો જુગાડ કરવા માટે જાણીતા છે. આવા જ એક જુગાડનો વિડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં જુગાડથી ઑટોને કન્વર્ટ કરીને તૈયાર કરવામાં આવેલી સુંદર ડિઝાઇનર કાર જોવા મળી હતી.
આ વિડિયોને સૌથી પહેલાં @NaikAvishkar ટ્વિટર યુઝરે પોસ્ટ કર્યો હતો. તેણે એની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘નવી રિક્ષા ડિઝાઇન.’ એ પછી જાણીતા બિઝનેસમૅન હર્ષ ગોયન્કાએ એને શૅર કર્યો. ગોયન્કાએ એની સાથે લખ્યું હતું કે ‘જો વિજય માલ્યાને ઓછા ખર્ચે એક થ્રી-વ્હીલર ટૅક્સી ડિઝાઇન કરવી હોત તો તે આવી જ કરે.’
આ પણ વાંચો: સાંગલીમાં યોજાઈ રિક્ષાને રિવર્સ દોડાવવાની સ્પર્ધા
૫૮ સેકન્ડના આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે સુંદર રીતે ઑટોને ડિઝાઇનર કારમાં કન્વર્ટ કરાઈ છે. એ સંપૂર્ણપણે ઓપન છે. આ વિડિયોને અત્યાર સુધીમાં લગભગ ૪૦,૦૦૦ લોકોએ જોયો છે.