29 December, 2024 04:02 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદમાં પુત્રનાં લગ્ન વખતે પુત્રવધૂના ઘર પર લાખો રૂપિયાનો વરસાદ કરાવવા માટે વરરાજાના પિતાએ પ્લેન ભાડે કર્યું
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા હૈદરાબાદમાં પુત્રનાં લગ્ન વખતે પુત્રવધૂના ઘર પર લાખો રૂપિયાનો વરસાદ કરાવવા માટે વરરાજાના પિતાએ પ્લેન ભાડે કર્યું હતું. લગ્નની શરણાઈઓ વાગી રહી હતી ત્યારે આ પ્લેન આકાશમાંથી નોટોનો વરસાદ કરી રહ્યું હતું. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વિડિયોમાં દેખાય છે કે પુત્રવધૂના ઘર પર પ્લેન ઊડી રહ્યું છે અને એમાંથી નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ પ્લેનને જોઈને આશ્ચર્યમાં મુકાઈ જાય છે અને ચિચિયારીઓ પાડી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં ઘણા લોકોએ આને શ્રીમંતાઈનો દેખાડો ગણાવ્યો છે, જ્યારે કેટલાકે આને રૂપિયાનો દુરુપયોગ ગણાવ્યો છે. વિડિયો શૅર કરનારે લખ્યું હતું કે વહુના પિતાની વિનંતીને માન આપીને વરના પિતાએ પ્લેન ભાડે કર્યું હતું.