આ દાદીને ખબર જ નહોતી કે તેમને ૨૧ વર્ષથી કૅન્સર હતું

20 February, 2024 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બાને ૨૧ વર્ષ પહેલાં બ્રેસ્ટ કૅન્સર થયેલું. જ્યારે કૅન્સરનું નિદાન થયેલું ત્યારે એ ઘાતક સ્ટેજમાં છે એવી ખબર પડેલી.

રોઝી નામનાં બા

કૅન્સર એક એવો શબ્દ છે જે ભલભલાને ઢીલા પાડી દે છે. જોકે કૅન્સરનો હાઉ ન હોય તો એની સામે કેટલી સરળતાથી બાથ ભીડી શકાય એનો જીવતોજાગતો દાખલો લંડનમાં બન્યો. લંડનના એગવેર ટાઉનમાં રહેતાં રોઝી નામનાં બા ૯૦ વર્ષની ઉંમરે ગુજરી ગયાં. આ બાને ૨૧ વર્ષ પહેલાં બ્રેસ્ટ કૅન્સર થયેલું. જ્યારે કૅન્સરનું નિદાન થયેલું ત્યારે એ ઘાતક સ્ટેજમાં છે એવી ખબર પડેલી. ૧૯૯૯માં જ ડૉક્ટરોએ તેમને કહી દીધેલું કે હવે તેમના બચવાના કોઈ ચાન્સ નથી. તેમના પતિ મેલ્વિને નક્કી કરેલું કે રોઝીને એ કહેવામાં જ ન આવે કે તેને કૅન્સર થયું છે. કૅન્સર માટે જરૂરી સર્જરી, હૉર્મોન થેરપી અને ટ્રાયલ બેઝિસ પર શરૂ થયેલી લાઇફ સેવિંગ ડ્રગ ટ્રાયલમાં પણ આ દાદીએ ભાગ લીધો, પણ એ દરેક વખતે તેમને ખબર નહોતી કે આ બધું કૅન્સરની સારવારના ભાગરૂપે થઈ રહ્યું છે. મેલ્વિને આ વાત માત્ર પત્ની રોઝીથી જ નહીં, સમગ્ર પરિવારજનોથી પણ છુપાવી હતી. ૨૧ વર્ષ કૅન્સર સામે ઝઝૂમ્યા પછી ૯૦ વર્ષની વયે રોઝી ગુજરી ગયાં ત્યારે તેમની પ્રાર્થનાસભામાં મેલ્વિને આ વાતનો ખુલાસો કર્યો હતો. 

offbeat videos offbeat news cancer social media