ઇંગ્લૅન્ડની બે યુવતીઓ ફક્ત એક દિવસ માટે ઇટલી ફરવા ગઈ, પીત્ઝા ખાઈને પાછી આવી

10 May, 2024 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લાઇટ, ઍરપોર્ટ પાર્કિંગ, ફૂડ, ઍક્ટિવિટીઝ વગેરે મળીને તેમણે માત્ર ૧૭,૭૧૫ રૂપિયા ખર્ચ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

ઇટલી જેવા દેશમાં કોઈ એક દિવસ માટે ફરવા જાય અને પીત્ઝા ખાઈને પોતાના દેશ પાછા આવી જાય એ વાત ગળે ઊતરે એવી નથી. જોકે ઇંગ્લૅન્ડના લિવરપુલમાં રહેતી બે મહિલાઓએ ઓરિજિનલ ઇટાલિયન પીત્ઝા ખાવા માટે માત્ર એક દિવસની ટ્રિપ કરી હતી. મૉર્ગન અને તેની ફ્રેન્ડ જેસન એક દિવસની રજા મળતાં ઇટલીની ફ્લાઇટ બુક કરીને એક દિવસમાં શૉપિંગ, સાઇટસીઇંગ કરીને બીજા દિવસે પોતાની ઑફિસ પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે અમે બીજો દેશ ફરી આવ્યાં અને એ લિવરપુલથી લંડન જવા કરતાં સસ્તું પડ્યું હતું. ફ્લાઇટ, ઍરપોર્ટ પાર્કિંગ, ફૂડ, ઍક્ટિવિટીઝ વગેરે મળીને તેમણે માત્ર ૧૭,૭૧૫ રૂપિયા ખર્ચ્યા હતા. તેમણે પીસાના ઢળતા મિનારાના વ્યુ સાથે પીત્ઝાનો આનંદ માણ્યો હતો. 

offbeat videos offbeat news social media italy