મમ્મી-પપ્પા આવ્યાં તો છોકરીએ બૉયફ્રેન્ડને ટ્રન્કમાં બંધ કરી દીધો

20 October, 2024 10:21 AM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

છોકરી પાસે ટ્રન્ક ખોલાવી અને એમાંથી તેનો પ્રેમી નીકળ્યો એટલે ઘરમાં હોબાળો મચી ગયો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

પ્રેમપ્રકરણની ઘરમાં જાણ ન થઈ જાય એ માટે પ્રેમીઓ કંઈ પણ કરે છે. ઓડિશામાં આવી જ એક ઘટના બની હતી. ઘરમાં છોકરી એકલી હતી ત્યારે તેનો પ્રેમી મળવા આવ્યો હતો. ઘરમાં બન્ને એકલાં હતાં અને પ્રેમમાં રમમાણ હતાં ત્યાં જ છોકરીનાં મમ્મી-પપ્પા અચાનક ઘરે આવી ગયાં. બન્ને હાંફળાંફાંફળાં થઈ ગયાં. કોઈને શંકા ન જાય એટલે છોકરીએ લોખંડની ટ્રન્કમાં યુવકને પૂરી દીધો, પણ ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડેલો જોઈને પરિવારને કંઈક ગોલમાલ થઈ છે એવી ખબર પડી ગઈ. છોકરી પાસે ટ્રન્ક ખોલાવી અને એમાંથી તેનો પ્રેમી નીકળ્યો એટલે ઘરમાં હોબાળો મચી ગયો.

odisha viral videos offbeat news national news