આખા પરિવારને લિવરની બીમારી થઈ, પછી ખબર પડી કે નોકરાણી વર્ષોથી રસોઈમાં પેશાબ ભેળવતી હતી

17 October, 2024 03:07 PM IST  |  Ghaziabad | Gujarati Mid-day Correspondent

રિયલ એસ્ટેટના વ્યવસાયીના પરિવારના સભ્યોને લિવરની બીમારી લાગુ પડી હતી. શરૂઆતમાં કોઈ ચેપ લાગ્યો હશે એમ સમજીને ડૉક્ટર પાસે સારવાર કરાવી, પરંતુ બીમારીમાં કોઈ ફેર પડતો નહોતો

રીના નોકરાણી

ગાઝિયાબાદમાં અરેરાટી પ્રસરી જાય એવી ગંભીર ઘટના બની છે. રિયલ એસ્ટેટના વ્યવસાયીના પરિવારના સભ્યોને લિવરની બીમારી લાગુ પડી હતી. શરૂઆતમાં કોઈ ચેપ લાગ્યો હશે એમ સમજીને ડૉક્ટર પાસે સારવાર કરાવી, પરંતુ બીમારીમાં કોઈ ફેર પડતો નહોતો. દરમ્યાન તેમણે ટીવીમાં જોયું કે એક ઘરમાં નોકરાણી રસોઈમાં પેશાબ ભેળવતી હતી. એ દૃશ્ય જોઈને આ ભાઈને પણ તેમની નોકરાણી પર શંકા ગઈ. તેમની નોકરાણી આવું ન કરે એવો તેમને વિશ્વાસ હતો, કારણ કે તે ૮ વર્ષથી તેમના ઘરે કામ કરતી હતી. રસોઈ પણ તે જ બનાવતી હતી. જોકે આમ છતાં શંકા ગઈ એટલે તેમણે રીના નામની એ નોકરાણીને ખબર ન પડે એમ ચૂપચાપ રસોડામાં ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ફિટ કરાવ્યા. CCTVમાં રેકૉર્ડ થયું એ જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ. રીના પણ દરરોજ તેમની રસોઈમાં પેશાબ ભેળવતી હતી. રીના સામે પરિવારે ફરિયાદ કરી એના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે. રીના શા માટે આવું કરતી હતી અને કેટલા સમયથી કરતી હતી એ જાણવા માટે પોલીસ કામે લાગી ગઈ છે.

ghaziabad uttar pradesh Crime News national news offbeat news viral videos social media