30 June, 2024 12:15 PM IST | Berlin | Gujarati Mid-day Correspondent
આન્દ્રે ઑર્ટોલ્ફ નામના આ ભાઈએ દાંત વડે એક મિનિટમાં સૌથી વધુ ૪૪ અખરોટ તોડીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું
અખરોટ ખાવાના ફાયદા ઘણા છે, પણ એને તોડવા માટે મહેનત કરવી પડે છે. અમુક લોકો એવા હોય છે જે અખરોટને સરળતાથી દાંત વડે તોડી શકે છે. એક જર્મન વ્યક્તિએ તો આ મામલે વર્લ્ડ રેકૉર્ડ બનાવી નાખ્યો છે. આન્દ્રે ઑર્ટોલ્ફ નામના આ ભાઈએ દાંત વડે એક મિનિટમાં સૌથી વધુ ૪૪ અખરોટ તોડીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા આ અનોખા રેકૉર્ડનો વિડિયો શૅર કરવામાં આવ્યો હતો, જેમાં આન્દ્રે એક પછી એક ૪૪ અખરોટ દાંત વડે ભાંગે છે.
ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયોને ૨.૫૨ લાખ વ્યુઝ અને બહુ બધી કમેન્ટ્સ મળી હતી. અખરોટ તોડવાના રેકૉર્ડની વાત થાય છે ત્યારે ભારતીય માર્શલ-આર્ટિસ્ટ નવીન કુમારનું પણ નામ લેવું પડે. ૨૦૨૩માં નવીન કુમારે માથા વડે એક મિનિટમાં ૨૭૩ અખરોટ તોડી બતાવ્યા હતા.