જર્મન રાજદૂતે નવી BMWમાં લીંબુ મરચાં લટકાવ્યાં, શ્રીફળ પણ વધેર્યું

17 October, 2024 03:09 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ ઍકરમૅને પણ એક રિવાજ પાળ્યો હતો. ૨૦૨૨માં જર્મન રાજદૂત બનીને દિલ્હીમાં આવેલા ઍકરમૅને પ્રદૂષણ ઓછું થાય એ માટે ઇલેક્ટ્રિક કાર ખરીદવી હતી

જર્મનીના રાજદૂત ફિલિપ ઍકરમૅ

આપણા દેશની પરંપરા અને રીતરિવાજ છે જ એવાં કે બહારની કોઈ પણ વ્યક્તિને એ પાળવાની અને અનુસરવાની ઇચ્છા થઈ આવે. ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ ઍકરમૅને પણ એક રિવાજ પાળ્યો હતો. ૨૦૨૨માં જર્મન રાજદૂત બનીને દિલ્હીમાં આવેલા ઍકરમૅને પ્રદૂષણ ઓછું થાય એ માટે ઇલેક્ટ્રિક કાર ખરીદવી હતી. એ માટે મંજૂરી મળી જતાં તેમણે BMWની ઇલેક્ટ્રિક કાર ખરીદી હતી. નવી કાર લીધા પછી તેમણે શ્રીફળ વધેર્યું હતું અને કારમાં લીંબુ-મરચાં લટકાવ્યાં હતાં.

delhi bmw air pollution national news india offbeat news