ગાઝાના બંધકોમાંથી છૂટેલી મહિલાનો કમકમાટીભર્યો ખુલાસો અમને બાળકોનું માંસ ખાવા મજબૂર કરતા હતા

21 October, 2024 02:30 PM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

નવ વર્ષની વયે ફૌઝિયા સિદો નામની કન્યા અને તેના ભાઈને ISISના આતંકવાદીઓએ પકડી લીધાં હતાં અને ગાઝામાં જ ક્યાંક બંધક બનાવીને રાખ્યાં હતાં

ફૌઝિયા સિદો

નવ વર્ષની વયે ફૌઝિયા સિદો નામની કન્યા અને તેના ભાઈને ISISના આતંકવાદીઓએ પકડી લીધાં હતાં અને ગાઝામાં જ ક્યાંક બંધક બનાવીને રાખ્યાં હતાં. બે વીક પહેલાં ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે તેને રેસ્ક્યુ કરી છે. હાલમાં ૨૧ વર્ષની ફૌઝિયા આટલા લાંબા સમય દરમ્યાન તેના પર થયેલા અત્યાચારની વાતો હવે શૅર કરે છે. ISISના આતંકવાદીઓ બંધકોને પહેલાં તો દિવસો સુધી ભૂખ્યા રાખતા અને પછી જ્યારે ખાવા આપતા ત્યારે બાળકોનું માંસ આપતા હતા. ફૌઝિયા એક ઘટનાને યાદ કરીને કહે છે, ‘અમને સતત ત્રણ દિવસ સુધી કંઈ જ ખાવા નહોતું આપ્યું. ભૂખ્યા પેટે માઇલો સુધી ચલાવ્યાં અને પછી તેમણે ભાત રાંધ્યા અને સાથે થોડું માંસ ખાવા આપ્યું. માંસનો સ્વાદ ખૂબ જ વિયર્ડ હતો. એ ખાધા પછી અમારામાંથી કેટલાકને પેટમાં દુખાવો ઊપડ્યો હતો. બધાએ ખાઈ લીધું એ પછી આતંકવાદીઓએ અમને કેટલાક ફોટોગ્રાફ્સ બતાવીને કહ્યું કે આ યહૂદી બાળકોનું માંસ તમને પીરસવામાં આવ્યું હતું. એ બાળકોનાં માથાં ધડથી અલગ કરી દીધેલાં. એક બાળક તો અમારી સાથેની બંધક મહિલાનું સંતાન હતું. તેણે ફોટોમાં હાથ પરની ખાસ નિશાની પરથી પોતાના બાળકને ઓળખેલું.’

israel terror attack international news news world news offbeat news