19 September, 2024 03:36 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent
વિસર્જન પહેલાં લાડુની લિલામી
મંગળવારે અનંત ચતુર્દશીએ વિઘ્નહર્તાએ વિદાય લીધી અને ભક્તોએ આવતા વર્ષે પાછા આવવાના કૉલ આપીને ભારે હૈયે વિદાય આપી. તેલંગણના રંગારેડ્ડી જિલ્લાના રાજેન્દ્રનગરમાં પણ દુંદાળા દેવને વિદાય અપાઈ, પરંતુ એ પહેલાં બાપ્પાના ગણેશ લાડુની લિલામી કરવામાં આવી હતી. બંદલાગુડા વિસ્તારમાં કીર્તિ રિચમન્ડ વિલામાં ગણેશ ચતુર્થી સમારોહ યોજાયો હતો. વિસર્જન પહેલાં લાડુની લિલામી યોજાઈ હતી અને ૧.૮૭ કરોડ રૂપિયામાં લાડુ લિલામ થયો હતો. ગયા વર્ષે ૧.૨૬ કરોડ રૂપિયામાં વેચાયો હતો. લિલામીમાં ૧૦૦ સભ્યોએ ભાગ લીધો હતો. ગઈ વખતની જેમ આ વર્ષે પણ આ રકમ ટ્રસ્ટને દાન કરવામાં આવશે અને એમાંથી ગરીબ વિદ્યાર્થીઓ અને સમાજના અન્ય જરૂરિયાતમંદ લોકોના વિકાસ માટે ખર્ચ કરવામાં આવશે.