04 June, 2024 04:15 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
એન્સેફૅલાર્ટોસ વુડી પ્રજાતિનો છોડ
વિશ્વના સૌથી દુર્લભ છોડની યાદીમાં જેનો સમાવેશ થાય છે એ એન્સેફૅલાર્ટોસ વુડી પ્રજાતિનો છોડ સાઉથ આફ્રિકામાં છે. આ છોડ હવે સંરક્ષિત અને માત્ર બૉટનિકલ ગાર્ડન સુધી જ સીમિત છે. એની કરુણતા એ છે કે આ છોડને સૌથી એકલો માનવામાં આવે છે. ૧૮૯૫માં આ છોડ શોધાયો ત્યારથી એમાં નર જાતિ જ જોવા મળી છે. આટલાં વર્ષોની શોધ છતાં હજી સુધી વૈજ્ઞાનિકોને ફીમેલ છોડ નથી મળ્યો. આ પ્રજાતિનો ફીમેલ છોડ શોધવાના મિશનમાં અમેરિકાના નિષ્ણાતોએ ઝંપલાવ્યું છે. સંશોધકો માદા છોડને શોધવા માટે સાઉથ આફ્રિકાના ગોયે ફૉરેસ્ટમાં ડ્રોન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરી રહ્યા છે. એમાં ઇમેજ રેકગ્નિશન ઍલ્ગરિધમનો ઉપયોગ કરીને છોડને આકાર દ્વારા ઓળખવામાં આવશે. ફીમેલ છોડ શોધવાનો મુખ્ય હેતુ નૅચરલ રીપ્રોડક્શન છે જેથી લુપ્તતાના આરે પહોંચેલા આ છોડને બચાવી શકાય.