15 June, 2024 12:08 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
દેડકા-દેડકીનાં લગ્ન
વરસાદની સીઝન આવે ત્યારે ભારતનાં નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં મેઘરાજાને રીઝવવા માટે દેડકા-દેડકીનાં લગ્ન વિધિવત્ થતાં હોય છે. આ જ પ્રણાલી આ વખતે વારાણસીમાં પણ થતી જોવા મળી હતી. અતિશય ગરમી પડી રહી છે ત્યારે હવે વર્ષારાણીનું આગમન થાય એ હેતુથી ગંગાના ઘાટ પાસે જ દેડકા-દેડકીનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. લગ્નવિધિની સાથોસાથ મહિલાઓએ ટ્રેડિશનલ લગ્નગીતો પણ ગાયાં હતાં.