09 May, 2023 12:45 PM IST | Paris | Gujarati Mid-day Correspondent
ચૅલેન્જના ભાગરૂપે આ ભાઈએ બાથટબ પાણીથી ભર્યા બાદ એમાં રંગબેરંગી બૉલ્સ નાખ્યા અને થોડા સમય બાદ જોયું તો તેનું આખું બાથટબ પાણીમાં ફૂલેલા બૉલ્સથી ભરાઈ ગયું હતું
જીવન પડકારોથી ભરેલું હોય તો જ જીવવાની મજા પડે, પણ એનો અર્થ એવો નથી કે નિરર્થક પડકાર ઝીલીને તકલીફોને નોતરું આપવું. પડકારની એક મજા એ હોય છે કે જો તમે જીત્યા તો માથું ઊંચું કરીને ગર્વ કરી શકો અને જો હાર્યા તો લોકોને મનોરંજનનું સાધન મળી રહે.
તાજેતરમાં ફ્રાન્સમાં એક વ્યક્તિએ પાણીમાં ફૂલી જાય એવા રંગબેરંગી બૉલ્સથી પોતાના બાથટબને ભરવાની વાઇરલ ઑનલાઇન ચૅલેન્જ સ્વીકારી હતી. આ રંગબેરંગી બૉલ્સ કદમાં રાઇના દાણા કરતાં પણ નાના હોય છે, પરંતુ પાણીમાં નાખતાં જ એ લખોટી કરતાં મોટું કદ ધારણ કરી લે છે.
ચૅલેન્જના ભાગરૂપે આ ભાઈએ બાથટબ પાણીથી ભર્યા બાદ એમાં રંગબેરંગી બૉલ્સ નાખ્યા અને થોડા સમય બાદ જોયું તો તેનું આખું બાથટબ પાણીમાં ફૂલેલા બૉલ્સથી ભરાઈ ગયું હતું. આ આખી વાતમાં આઘાતજનક બીના એ બની કે આ બૉલ્સ ગટરમાંથી નીચે સરકી જવાને કારણે આખા બિલ્ડિંગની પ્લમ્બિંગ સિસ્ટમ ચૉકઅપ થઈ ગઈ, જેને વ્યવસ્થિત કરાવતાં ઘણો સમય લાગ્યો હતો.