18 March, 2023 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેસ્ટી ઇલેક્ટ્રિક કાર
સોશ્યલ મીડિયા પર ઇન્ટરેસ્ટિંગ રેસિપી તૈયાર કરતા બ્લૉગર્સ અને શેફ્સના અનેક વિડિયો છે. રિસન્ટલી ફ્રેન્ચ-સ્વિસ પેસ્ટ્રી શેફ અમોરે ગુઇચોએ ‘ચૉકલેટ ઇલેક્ટ્રિક કાર’ તૈયાર કરવાનો એક વિડિયો શૅર કર્યો હતો. તેમણે તેમના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર આ વિડિયો શૅર કર્યો હતો અને એ વાઇરલ થઈ રહ્યો છે.
આ વિડિયોમાં તેમણે ચૉકલેટ ઇલેક્ટ્રિક કાર કેવી રીતે તૈયાર કરવામાં આવી હતી એ રજૂ કર્યું હતું. આ શેફે આ ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે જુદી-જુદી ટેક્નિક અને ચૉકલેટની વરાઇટીનો ઉપયોગ કર્યો હતો. નાનામાં નાની વિગત પ્રત્યે તેમણે ધ્યાન આપ્યું હતું. ઑટોમોબાઇલ કંપની હ્યુન્દાઇએ આ પોસ્ટ પર રીઍક્ટ કરતાં લખ્યું હતું કે ‘હવે એ સ્વીટ રાઇડ છે.’