ગજબ છે આ ભાઈ, ૧૦ દિવસ બંધ બૉટલમાં રહેશે

26 July, 2024 01:29 PM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

પચીસમી જુલાઈથી ત્રણ ઑગસ્ટ સુધી તે આ બૉટલમાં બંધ રહેશે.

બૉટલ

ફ્રેન્ચ આર્ટિસ્ટ અને પર્ફોર્મર અબ્રાહમ પોઇનશિવાલ એક મોટી બૉટલમાં રહેવાનો છે. પૅરિસમાં નૉર્થમાં આવેલા નૅશનલ સ્ટેડિયમ પાસે આવેલી કનૅલમાં તે એક પારદર્શક બૉટલમાં રહેશે. આ બૉટલમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ હશે જેમાં ભોજન, ફૂડ, બેડ, ઑક્સિજન માટે પ્લાન્ટ અને ડ્રાય ટૉઇલેટનો સમાવેશ હશે. જાહેર જનતા સામે લાઇફ પસાર કરવાનો અનુભવ કેવો હોય છે એ જાણવા માટે આ ભાઈ પાણીની ઉપર મોટી બૉટલમાં રોકાવાના છે. પચીસમી જુલાઈથી ત્રણ ઑગસ્ટ સુધી તે આ બૉટલમાં બંધ રહેશે.

offbeat news paris france international news world news