એક જ શ્વાસમાં થીજેલા પાણીમાં ૧૦૬ મીટર સ્વિમિંગ કરી નાખ્યું

11 July, 2024 11:23 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બાવન વર્ષનો પીટર યુરોપનો બહુ અચ્છો ફ્રીડાઇવર તરીકે નામના ધરાવે છે

ફ્રીડાઇવર પીટર કોલૅટ

સ્વિટ્ઝરલૅન્ડના અનુભવી ફ્રીડાઇવર પીટર કોલૅટે તાજેતરમાં બબ્બે રેકૉર્ડ બનાવ્યા છે. ઉપર બરફની પરત જામી ગઈ હોય એવા ઠંડાંગાર પાણીમાં પીટરે એક જ શ્વાસમાં સૌથી લાંબું અંતર તરવાનો રેકૉર્ડ બનાવ્યો. આ પહેલાંનો રેકૉર્ડ પચીસ મીટરનો હતો જે પીટરે ૧૦૬ મીટરથી વધુને પાર કરી દીધો. એ વખતે તેણે ફ્રી-સ્વિમ કર્યું હતું. બીજો રેકૉર્ડ તેણે મોનોફિન પહેરીને માછલીની જેમ સ્વિમ કરીને બનાવ્યો હતો. મોનોફિન પહેરીને તેણે ૧૧૪.૨ મીટરનું અંતર એક જ શ્વાસમાં કાપ્યું હતું. બાવન વર્ષનો પીટર યુરોપનો બહુ અચ્છો ફ્રીડાઇવર તરીકે નામના ધરાવે છે. તેણે ૧૬ સ્વિસ-ચૅમ્પિયનશિપ અને પાંચ ઇન્ટરનૅશનલ કૉમ્પિટિશન ટાઇટલ જીત્યાં છે. ઠંડાં પાણીમાં નીચે ઊતરતાં પહેલાં પીટરે કોઈ એક્સ્ટ્રા ઑક્સિજન લીધો નહોતો. 

offbeat news international news switzerland