24 May, 2024 05:09 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
વીણા અંબરીષ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે બૅન્ગલોરમાં ફૂડ-સ્ટૉલ ચલાવતી એક મહિલાની પ્રશંસા કરી છે. લક્ષ્મણે સોશ્યલ મીડિયા પર વીણા અંબરીષ નામની મહિલાનો ફોટો શૅર કર્યો છે અને તેની પ્રેરણાત્મક જર્ની લોકો સુધી પહોંચાડી છે. લક્ષ્મણ કહે છે, ‘વીણા અંબરીષે ૧૭ વર્ષની ઉંમરે ઍક્સિડન્ટ દરમ્યાન એક પગ ગુમાવ્યો હતો. એ સમયે વીણા ભરતનાટ્યમ ડાન્સર હતી અને આરંગેત્રમની તૈયારી કરી રહી હતી. લાઇફે તેને બહુ મોટો આંચકો આપ્યો, પણ તેણે MBA પૂરું કર્યું અને થોડાં વર્ષ કામ પણ કર્યું. ડેસ્ક-જૉબ તેના માટે સરળ નહોતી એટલે તેણે ફૂડ પ્રત્યેના પ્રેમને લીધે ‘કરી ડોસા’ સ્ટૉલ શરૂ કર્યો છે. તેનો દિવસ સવારે ૪.૩૦ વાગ્યે શરૂ થાય છે. વીણાએ શીખવ્યું છે કે જીવનમાં ગમે તે થાય પણ પહેલાં કરતાં વધારે મજબૂત બનો. તેની જર્ની ખરેખર પ્રેરણાદાયી છે.’