યુવતીએ જોરથી બગાસું ખાધું એટલે તેનું મોઢું ખુલ્લું રહી ગયું

14 May, 2024 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરે તેને કહ્યું કે જોરથી બગાસું ખાવાને કારણે જડબું મૂળ સ્થાનેથી ખસી ગયું છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ન્યુ જર્સીમાં એક મહિલાને બગાસાને લીધે ભારે ઉપાધિ થઈ હતી. ૨૧ વર્ષની જેના સિનાટ્રાએ જોરથી બગાસું ખાધા બાદ તેનું મોઢું ખુલ્લું રહી ગયું હતું. જડબું લૉક થઈ જવાને કારણે તેણે માંડ-માંડ પોતાનાં મમ્મી-પપ્પાને સમજાવ્યું કે મારા મોઢામાં તકલીફ થઈ છે. જેનાને ખુલ્લા મોઢા સાથે  હૉસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં ડૉક્ટરે તેને કહ્યું કે જોરથી બગાસું ખાવાને કારણે જડબું મૂળ સ્થાનેથી ખસી ગયું છે. એક્સ-રે બાદ જેનાના મસલ રિલૅક્સ કરવામાં આવ્યા ત્યારે તેનું મોઢું બંધ થયું હતું. જેનાએ આ ઘટના સોશ્યલ મીડિયા પર જણાવી તો એક વ્યક્તિએ કહ્યું કે મને પણ બગાસું ખાતાં હવે ડર લાગે છે કે મારું મોઢું બંધ તો નહીં થાયને.

offbeat videos offbeat news social media