11 February, 2024 01:58 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
સેમ્મોઝી પુન્ગા બોટનિકલ ગાર્ડનમાં ચાલી રહેલ ફ્લાવર શો
ચેન્નઈના કૅથીડ્રલ રોડ પરના સેમ્મોઝી પુન્ગા બોટનિકલ ગાર્ડનમાં ચાલી રહેલા ફ્લાવર શોમાં એકથી એક ચડિયાતી કલાકૃતિ જોઈને મખદૂમ મોઇનુદ્દીનની ‘ફિર છિડી બાત ફૂલોં કી...’ ગઝલ યાદ આવી જાય. ફૂલોના હાથી હોય કે ફ્લાવરના હંસોં કા જોડા હોય. એક જુઓને બીજી ભૂલો જેવી ફ્લાવર આર્ટની અદ્ભુત કૃતિઓ છે. ૧૨ લાખથી વધુ ગુલાબ, સૂરજમુખીથી લઈને ટ્યુલિપ સુધીનાં ફૂલોનો ઉપયોગ આ પ્રદર્શનમાં થયો છે અને એ ગઈ કાલથી શરૂ થયું છે. ૧૦ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો આવશે એ નક્કી.