મગર અજગરને ખાઈ ગયો

11 April, 2023 11:24 AM IST  |  Tallahassee | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે ૧૮ નવેમ્બરે ૧૮ ફુટનો અજગર એક મગરને ખાઈ જતો જોવા મળ્યો હતો. 

મગર અજગરને ખાઈ ગયો

અમેરિકાના ફ્લૉરિડામાં મગર અને અજગર વચ્ચે ચાલતી લડાઈ વિશે ઘણા લોકોએ વાંચ્યું હશે, પરંતુ મહિલા ભૂવિજ્ઞાની રોઝી મુરે તાજેતરમાં મગર અને અજગરના હિંસક વર્તનને તાજેતરમાં બહુ નજીકથી નિહાળ્યું હતું. ફ્લૉરિડાના એવરગ્લેડ્સની મુલાકાત દરમ્યાન તેમણે બે શિકારીઓનું યુદ્ધ જોયું હતું, જેમાં મગર અજગરને ખાઈ ગયો હતો. મગર અજગરને જડબામાં પકડી લેવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ તેના શરીરના ટુકડા કરીને એ ખાઈ ગયો હતો. ભૂવિજ્ઞાની માટે આ દૃશ્ય બહુ આશ્ચર્યજનક નહોતું, પરંતુ એટલું ચોક્કસ હતું કે આ દૃશ્ય તેમણે નરી આંખે પહેલી વખત જોયું​ હતું. મગર સાપને ખાય છે અને ઘણી વખત અજગર પણ મગરને ખાઈ જાય છે. આમ બન્ને એકબીજાના શિકાર કરે છે. બર્માના અજગર ફ્લૉરિડાની ઇકોસિસ્ટમ માટે સમસ્યારૂપ સાબિત થયા છે. તાજેતરનાં વર્ષોમાં તેમણે ઘણા હુમલા કર્યા હતા. ગયા વર્ષે ૧૮ નવેમ્બરે ૧૮ ફુટનો અજગર એક મગરને ખાઈ જતો જોવા મળ્યો હતો. 

offbeat news wildlife international news florida united states of america