બોલો, પીઠ ખંજવાળવાના કલાકના ૧૧,૦૦૦ રૂપિયા મળે?

19 December, 2024 05:45 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ફ્લૉરિડામાં એક વિચિત્ર પાર્લર ખૂલ્યું છે જે પ્રોફેશનલી પીઠ ખંજવાળી આપવાની સર્વિસ પ્રોવાઇડ કરે છે. પંચાવન વર્ષની ટૉની જ્યૉર્જ નામની મહિલાએ ધ સ્ક્રૅચર ગર્લ નામનો સૌપ્રથમ બૅક-સ્ક્રૅચિંગ સ્ટુડિયો શરૂ કર્યો છે.

પ્રોફેશનલી પીઠ ખંજવાળી આપવાની સર્વિસ પ્રોવાઇડ કરે છે

અમેરિકાના ફ્લૉરિડામાં એક વિચિત્ર પાર્લર ખૂલ્યું છે જે પ્રોફેશનલી પીઠ ખંજવાળી આપવાની સર્વિસ પ્રોવાઇડ કરે છે. પંચાવન વર્ષની ટૉની જ્યૉર્જ નામની મહિલાએ ધ સ્ક્રૅચર ગર્લ નામનો સૌપ્રથમ બૅક-સ્ક્રૅચિંગ સ્ટુડિયો શરૂ કર્યો છે. એમાં તે ૩ ઇંચ લાંબા મૅનિક્યૉર કરેલા નખથી લોકોની પીઠ પસવારી આપે છે અને એક કલાક આ કરવાનો ચાર્જ છે ૧૩૦ ડૉલર એટલે કે લગભગ ૧૧,૦૦૦ રૂપિયા. ટૉનીનું કહેવું છે કે ‘મને બચપણથી જ લોકોની પીઠ ખંજવાળવી બહુ ગમતી હતી, રાધર મારાં બાળકોની પીઠ ખંજવાળી-ખંજવાળીને તો મને આની આદત પડી ગઈ. એક રાતે મને વિચાર આવ્યો કે મને ખૂબ ગમતા આ કામને પ્રોફેશનલ સર્વિસ તરીકે પેશ કરું તો કેવું? બસ એ પછી તો મેં આ બાબતે ઘણું રિસર્ચ કર્યું અને આ સ્ટુડિયો શરૂ કરી દીધો.’

united states of america international news news offbeat news social media