ડૉગીને બચાવવા પાણીમાં કૂદેલા માલિકના રેસ્ક્યુ માટે ફાયર ફાઇટર્સને બોલાવવા પડ્યા

12 February, 2024 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વ્યક્તિ અને તેના પેટ ડૉગનું ફરી મિલન થયાના ગુડ ન્યુઝ પર પેટ-લવર્સે અઢળક કમેન્ટ્સ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

લોકોને પોતાનાં પેટ્સ જીવથી વધુ વહાલાં હોય છે એનું ઉદાહરણ અમેરિકાના લૉસ ઍન્જલસમાં જોવા મળ્યું હતું. ઘૂઘવતા પાણીમાં પોતાના પેટ ડૉગને બચાવવા પડેલા એક વ્યક્તિનું ફાયર ફાઇટરે રેસ્ક્યુ કર્યું હતું. એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પેજ ગુડ ન્યુઝ મૂવમેન્ટ પર શૅર કરવામાં આવ્યો હતો, જેની કૅપ્શનમાં લખ્યું હતું, ‘સોમવારે એક વ્યક્તિ તેના ડૉગીને બચાવવા માટે પેકોઇમા વૉશના પાણીમાં કૂદી પડ્યો હતો. ફાયર ફાઇટર્સ દ્વારા ભયાનક વમળો વચ્ચેથી તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ડૉગી પોતે પાણીમાંથી બહાર આવી ગયો હતો અને એને નાની ઈજા પહોંચી હતી.’

વ્યક્તિ અને તેના પેટ ડૉગનું ફરી મિલન થયાના ગુડ ન્યુઝ પર પેટ-લવર્સે અઢળક કમેન્ટ્સ કરી હતી. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું હતું કે બેશક, હું પણ કોઈ ખચકાટ વિના મારા પેટને બચાવવા માટે મારો જીવ જોખમમાં મૂકી શકું છું. તો અન્ય એકે લખ્યું કે હું કોઈ પણ ઍનિમલને બચાવવા માટે પાણીમાં કૂદી પડી શકું છું.

offbeat videos offbeat news social media