midday

આઠ દિવસની દીકરી છાની નહોતી રહેતી એટલે પિતાએ રેપ કરીને પટકીને તેનો જીવ લઈ લીધો

01 April, 2025 12:11 PM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકામાં ૩૭ વર્ષના હ્યુગો ફેરેરા નામના હેવાને પત્નીની ગેરહાજરીમાં પોતાની જસ્ટ આઠ દિવસની દીકરી સાથે જે હેવાનિયત કરી છે એ કાળજું કંપાવી દેનારી છે. તેણે પોતે દીકરી પર રેપ કરીને તેને મારી નાખી હોવાનો ગુનો કોર્ટમાં કબૂલ્યો છે.
હ્યુગો ફેરેરા

હ્યુગો ફેરેરા

સાઉથ આફ્રિકામાં ૩૭ વર્ષના હ્યુગો ફેરેરા નામના હેવાને પત્નીની ગેરહાજરીમાં પોતાની જસ્ટ આઠ દિવસની દીકરી સાથે જે હેવાનિયત કરી છે એ કાળજું કંપાવી દેનારી છે. તેણે પોતે દીકરી પર રેપ કરીને તેને મારી નાખી હોવાનો ગુનો કોર્ટમાં કબૂલ્યો છે. ઘટના ૨૦૨૩ના જૂન મહિનાની છે. એ વખતે તેની દીકરી માત્ર આઠ દિવસની હતી. મા દીકરી માટે ડાઇપર ખરીદવા ઘરની બહાર ગઈ હતી. એ વખતે હ્યુગોએ કહ્યું હતું કે પાંચ મિનિટની અંદર આવી જજે, જો નહીં આવે અને દીકરી રડશે તો હું કાંઈ નહીં કરું. ડાઇપર ખરીદતાં પત્નીને થોડી વધુ વાર લાગી અને બાળકીએ રડવાનું શરૂ કર્યું. હ્યુગોએ દીકરીને ડરાવીને ચૂપ કરાવવાની કોશિશ કરી, પણ નવજાત બાળક વધુ ભેંકડો તાણવા લાગ્યું. એ દરમ્યાન તેણે બાળકી પર બળાત્કાર કર્યો અને ગરદન પાછળથી પકડીને તેને ધોલધપાટ કરવાનું શરૂ કર્યું. એ પછી તેણે દીકરીનું માથું ટેબલ પર જોરથી પછાડ્યું‍ છતાં દીકરી ચૂપ ન રહી. એવામાં તેની પત્ની ઘરે આવી પહોંચી તો તેણે બાળકીને કપડામાં લપેટીને તેના જખમ છુપાવવાની કોશિશ કરી, પરંતુ લોહીથી લથબથ બાળકીને જોઈને મા તરત જ તેને હૉસ્પિટલ લઈ ગઈ, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ડૉક્ટરો સારવાર શરૂ કરે એ પહેલાં જ દીકરીએ દમ તોડી દીધો હતો.

Whatsapp-channel
south africa Crime News sexual crime Rape Case murder case offbeat news