midday

પોતાનો જ ડેટિંગ પ્રોફાઇલ પ્રમોટ કરવા QR કોડવાળું ટી-શર્ટ પહેરીને કૉન્સર્ટ જોવા નીકળ્યો આ યુવક

19 March, 2024 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ યુવકે પોતાના ડેટિંગ પ્રોફાઇલને પ્રમોટ કરવા માટે જે રીતે કૉન્સર્ટનો લાભ લીધો એનાથી લોકો પ્રભાવિત થઈ ગયા હતા.
વાઇરલ વિડિયોની તસવીર

વાઇરલ વિડિયોની તસવીર

મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં એડ શીરનની કૉન્સર્ટમાં ભાગ લેવા માટે દેશભરમાંથી ચાહકો આવ્યા હતા. દરમ્યાન એક યુવક તેના ટી-શર્ટને લીધે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ યુવકના ટી-શર્ટની પાછળ QR કોડ સાથે લખ્યું હતું, ‘આ ફક્ત સિંગલ લોકો માટે જ છે.’ ઍક્સ પર શ્વેતા કુકરેજા નામની યુઝરે આ ફોટો શૅર કરીને લખ્યું છે કે આ QR કોડ તમને યુવકની ટિન્ડર પ્રોફાઇલ પર લઈ જાય છે! ફોટોમાં દેખાય છે કે આ યુવક ૨૨ વર્ષનો છે અને તેનું નામ હાર્દિક છે. આ યુવકે પોતાના ડેટિંગ પ્રોફાઇલને પ્રમોટ કરવા માટે જે રીતે કૉન્સર્ટનો લાભ લીધો એનાથી લોકો પ્રભાવિત થઈ ગયા હતા.

Whatsapp-channel
offbeat videos offbeat news social media ed sheeran