07 February, 2023 11:58 AM IST | Guatemala City | Gujarati Mid-day Correspondent
કબ્રસ્તાન
એવું માનવામાં આવે છે કે મૃત્યુ પામ્યા બાદ વ્યક્તિ કબરમાં શાંતિથી સૂતેલો હોય છે, પરંતુ કબ્રસ્તાનમાં મરનારાઓને પણ શાંતિ નથી હોતી. તેમણે પણ એક જ કબરમાં સૂવા માટે ભાડું આપવું પડે તો નવાઈ નહીં. પોતાની સુંદરતા માટે જાણીતા સેન્ટ્રલ અમેરિકા ખંડના દેશ ગ્વાન્ટેમાલામાં આવું થાય છે. અહીં જગ્યા ઓછી હોવાને કારણે ઘણી જગ્યાએ બહુમાળી કબ્રસ્તાન પણ બનાવાયાં છે. આ બહુમાળી કબ્રસ્તાનમાં કબર માટે દર મહિને તેમના પરિવારજનોએ ભાડું ચૂકવવું પડે. જો કોઈક કારણસર ભાડું ન આપી શકે તો મડદાને કબરમાંથી કાઢીને એક સામૂહિક કબરમાં મૂકવામાં આવે છે અને એ જગ્યાએ બીજા મડદાને દફન કરવામાં આવે છે. અહીં કબરનું ભાડું પણ ઘણું વધારે છે, જેથી ઘણી વખત લોકો પોતે જીવતા હોય ત્યારે જ કબરના ભાડાની વ્યવસ્થા કરતા હોય છે. ગરીબો માટે અહીં ઘણી મુશ્કેલી છે. પ્રશાસનના મતે વધુ પડતી વસ્તી અને જ્ગ્યા ઓછી હોવાને કારણે આવો નિયમ બનાવવો પડ્યો છે.