બિહારના પરિવારને ગૂગલ મૅપ્સે ગોવાને બદલે કર્ણાટકના જંગલમાં પહોંચાડી દીધો

09 December, 2024 02:11 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

દુનિયાના કોઈ પણ છેડે જવું હોય અને રસ્તો ખબર ન હોય તો ગૂગલ મૅપ્સ લઈ જાય છે. જોકે હમણાં-હમણાં ગૂગલ મૅપ્સ ભળતા જ રસ્તા બતાવે છે. હાલમાં એક પરિવારને કારમાં બિહારથી ગોવા જવું હતું.

આ છે એ પરિવાર

દુનિયાના કોઈ પણ છેડે જવું હોય અને રસ્તો ખબર ન હોય તો ગૂગલ મૅપ્સ લઈ જાય છે. જોકે હમણાં-હમણાં ગૂગલ મૅપ્સ ભળતા જ રસ્તા બતાવે છે. હાલમાં એક પરિવારને કારમાં બિહારથી ગોવા જવું હતું. તેમણે ગૂગલ મૅપ્સનું નેવિગેશન ચાલુ રાખેલું, પણ તેઓ ગોવાને બદલે કર્ણાટકના જંગલમાં પહોંચી ગયા. કર્ણાટકના બેલગાવી જિલ્લામાં આવેલા ખાનાપુરના ગાઢ ભીમગઢ જંગલમાં તેેેઓ પહોંચી ગયા. ત્યાં નેટવર્ક કવરેજ પણ જતું રહ્યું હતું. બહાર નીકળવાનો કોઈ રસ્તો પણ ન મળ્યો. છેવટે તેમણે જંગલમાં જ રાત ગાળવી પડી. સવાર પડી ત્યારે નેટવર્કનું કવરેજ શોધવા માટે ૪ કિલોમીટર ચાલવું પડ્યું અને એ મળ્યું એટલે ઇમર્જન્સી હેલ્પલાઇન 112નો સંપર્ક કર્યો અને સ્થાનિક પોલીસે ત્યાં આવીને તેમને જંગલમાંથી બહાર કાઢ્યા.

bihar karnataka google goa national news news offbeat news