નમસ્તે ઇન્ડિયા : ફૉર્મ્યુલા 1 સ્ટાર રેસર ચાર્લ્સ લેકલર્કે ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરી

10 May, 2024 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૉન્ટે કાર્લોના મોનૅકોનો ૨૬ વર્ષનો આ યુવક F1માં પોતાની સ્કિલથી વિશ્વભરના લોકોનાં દિલ જીત્યો છે.

ચાર્લ્સ લેકલર્ક

ફૉર્મ્યુલા 1 એટલે કે F1 રેસિંગના ચાહકો માટે ચાર્લ્સ લેકલર્કનું નામ અજાણ્યું નહીં હોય. ફેરારીના આ સ્ટાર ડ્રાઇવરે એક વિડિયોમાં ભારતીય ફૅન્સને મેસેજ આપીને તેમને ખુશ કરી દીધા હતા. ચાર્લ્સ લેકલર્કે ‘નમસ્તે ઇન્ડિયા’ કહીને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારતમાં F1 આટલી લોકપ્રિય છે એ હું નહોતો જાણતો. સ્ટાર રેસરે ભારતીયોના સપોર્ટ બદલ આભાર માન્યો હતો અને ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મૉન્ટે કાર્લોના મોનૅકોનો ૨૬ વર્ષનો આ યુવક F1માં પોતાની સ્કિલથી વિશ્વભરના લોકોનાં દિલ જીત્યો છે.

offbeat videos offbeat news