15 October, 2024 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર એક ગજબની ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. વિડિયોમાં જોવા મળે છે કે એક મહિલા પર ઉપરથી પાણીની ટાંકી પડે છે અને મહિલા એની અંદર સમાઈ જાય છે. ત્યાર બાદ માન્યામાં ન આવે એવી વાત એ જોવા મળે છે કે મહિલા હેમખેમ છે અને ટાંકીમાંથી માથું બહાર કાઢે છે.