ડોનલ્ડ ડકના જન્મને ગઈ કાલે ૯૦ વર્ષ પૂરાં થયાં

10 June, 2024 10:32 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૧૯૩૪ની નવમી જૂને એક શૉર્ટ ફિલ્મ ‘ધ વાઇઝ લિટલ હૅન’માં પહેલી વાર વૉલ્ટ ડિઝનીએ ડોનલ્ડ ડકને ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો

ડોનલ્ડ ડક

કાર્ટૂનની વાત આવે ત્યારે મિકી માઉસ પછી બીજું નામ ડોનલ્ડ ડકનું જ યાદ આવે. આ ફેમસ કાર્ટૂનપાત્ર પેદા થયું એ ઘટનાને ગઈ કાલે ૯૦ વર્ષ પૂરાં થયાં. ૧૯૩૪ની નવમી જૂને એક શૉર્ટ ફિલ્મ ‘ધ વાઇઝ લિટલ હૅન’માં પહેલી વાર વૉલ્ટ ડિઝનીએ ડોનલ્ડ ડકને ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો.  પછી તો આ પાત્ર એટલું લોકપ્રિય બની ગયું કે એના પરથી સિરીઝ તૈયાર થઈ ગઈ. જ્યારે ડોનલ્ડ ડકને પચાસ વર્ષ પૂરાં થયાં ત્યાં સુધી તેનો ક્રેઝ એવો જ બરકરાર હતો એટલે લૉસ ઍન્જલસના મેયર ટૉમ બ્રેડલીએ ૯મી જૂનને નૅશનલ ડોનલ્ડ ડક ડે તરીકે ઊજવવાની ઘોષણા કરી હતી. ૧૯૪૦ના દાયકામાં એક તબક્કે ડોનલ્ડ ડકનો ફીવર એવો જામ્યો હતો કે તેણે મિકી માઉસની લોકપ્રિયતાને પણ પાછળ રાખી દીધી હતી. 

offbeat news international news disneyland life masala