13 June, 2019 11:22 AM IST | ઇંગ્લૅન્ડ
83 વર્ષનાં માજીએ લગ્ન કર્યાં છે તેનાથી 40 વર્ષ નાના મુરતિયા સાથે
પ્રેમ આંધળો છે એ કંઈ અમસ્તું જ નથી કહેવાતું. ઇંગ્લૅન્ડના સમરસેટમાં રહેતાં ૮૩ વર્ષનાં એડના માર્ટિનનાં લગ્ન ૪૪ વર્ષના સિમોન માર્ટિન નામના ભાઈ સાથે થયાં છે અને નવાઈની વાત એ છે કે આ યુગલ બિન્ધાસ્ત કહે છે કે તેમની સેક્સલાઇફ હજીયે તરોતાજા યુવાનો જેવી છે. આમ તો એડના અને સિમોનની પહેલી મુલાકાત ૨૦૦૩માં એક કૉન્સર્ટમાં થઈ હતી અને ત્યારે જ તેમની વચ્ચે પ્રેમની કૂંપળો ફૂટી નીકળી હતી. તેમણે ત્યારે જ લગ્ન કરવાનું નક્કી કર્યું અને સાથે રહેવાનું પણ શરૂ કરી દીધું હતું. ૨૦૧૫માં તેમણે ઑફિશ્યલી લગ્ન કર્યાં.
આ પણ વાંચો : આ ડૉગી છે જેન્ગા-માસ્ટર
તાજેતરમાં તેઓ ચૅનલ ફાઇવમાં ‘એજ ગૅપ લવઃ ડિડ ઇટ લાસ્ટ?’ના એપિસોડમાં ચમક્યાં છે. લગભગ બે જનરેશનથી વધુનો ગૅપ હોવા છતાં આ યુગલ વચ્ચે પ્રેમ વધુ ને વધુ ગાઢ બનતો રહ્યો છે એની પાછળનું કારણ સમજવાની કોશિશ થઈ રહી છે.