તાણમુક્ત રહેવા માટે ચીનમાં કર્મચારીઓ ઑફિસમાં કેળાં ઉગાડી રહ્યા છે

06 June, 2024 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીનમાં યુવાનોએ ઑફિસમાં તણાવ ઘટાડવા માટે નવો જ રસ્તો શોધી કાઢ્યો છે. અહીં કર્મચારીઓ પોતાના ડેસ્ક પર ફૂલોને બદલે કેળાં ઉગાડીને પૉઝિટિવિટી અનુભવી રહ્યા છે. ઑફિસમાં કેળાં ઉગાડવાના ટ્રેન્ડની સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

તાણમુક્ત રહેવા માટે ચીનમાં કર્મચારીઓ ઑફિસમાં કેળાં ઉગાડી રહ્યા છે

ચીનમાં યુવાનોએ ઑફિસમાં તણાવ ઘટાડવા માટે નવો જ રસ્તો શોધી કાઢ્યો છે. અહીં કર્મચારીઓ પોતાના ડેસ્ક પર ફૂલોને બદલે કેળાં ઉગાડીને પૉઝિટિવિટી અનુભવી રહ્યા છે. ઑફિસમાં કેળાં ઉગાડવાના ટ્રેન્ડની સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. યુવા કર્મચારીઓએ કેળાં ઉગાડવાની પ્રક્રિયાને ટિંગ ઝિ જિઆઓ લુ એટલે કે સ્ટૉપ ઍન્ગ્ઝાયટી એવું નામ આપ્યું છે. તેઓ એવાં કેળાં ખરીદે છે જે લીલાં હોય અને ડાળખી સાથે જોડાયેલાં હોય, જેથી એને પાણીના વાઝમાં ઉગાડી શકાય. લગભગ એક અઠવાડિયા બાદ આ કેળાં પાકી જાય છે. આ દરમ્યાન કર્મચારીઓ લીલા રંગનાં કેળાંને ગોલ્ડન-યલો થતાં જોઈને આનંદ અનુભવે છે.

કેળાં ઉગાડવા પાછળ એવું પણ માનવામાં આવે છે કે સહકર્મીઓ સાથે કેળાં વહેંચવાથી વર્કપ્લેસ રિલેશનશિપ સુધરી શકે છે. તેઓ ક્યારેક આ બનાના પર સહકર્મીઓનાં નામ પણ લખી મૂકે છે. આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને અલીબાબા ગ્રુપ સંચાલિત તાઓબાઓ ઈ-કૉમર્સ કંપની પર અનેક લોકો બનાના વેચી રહ્યા છે. જોકે કેટલાકનું એવું પણ માનવું છે કે કેળાંનું વેચાણ ઘટી જવાને કારણે ખેડૂતોએ આ નવી માર્કેટિંગ-યુક્તિ અપનાવી છે.

offbeat news china international news health tips