શેઠે પગાર ન વધાર્યો એટલે કર્મચારીએ ૧૧ LED ટીવી અને ૭૧ ફ્રિજ તોડી નાખ્યાં

30 November, 2024 02:30 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના બૈતુલમાં શૉપિંગ મૉલના કર્મચારીએ પગાર ન વધારતાં ફ્રિજ અને LED ટીવી તોડી નાખીને બદલો લીધો હતો. એક સેલ્સમૅન ગ્રાહકોને ફ્રિજ અને LED ટીવી બતાવવા માટે ઇલેક્ટ્રૉનિક સેક્શનમાં લઈ ગયો ત્યારે આ વાતની જાણ થઈ હતી

શૉપિંગ મૉલના કર્મચારીએ પગાર ન વધારતાં ફ્રિજ અને LED ટીવી તોડી નાખીને બદલો લીધો હતો.

મધ્ય પ્રદેશના બૈતુલમાં શૉપિંગ મૉલના કર્મચારીએ પગાર ન વધારતાં ફ્રિજ અને LED ટીવી તોડી નાખીને બદલો લીધો હતો. એક સેલ્સમૅન ગ્રાહકોને ફ્રિજ અને LED ટીવી બતાવવા માટે ઇલેક્ટ્રૉનિક સેક્શનમાં લઈ ગયો ત્યારે આ વાતની જાણ થઈ હતી. એ પછી મૉલમાંના ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ જોયાં ત્યારે વાત બહાર આવી હતી. કમલ પવાર નામના કર્મચારીએ ઇલેક્ટ્રૉનિક સેક્શનમાં જઈને હાથમાં પહેરેલા કડાથી ૧૧ LED ટીવીની સ્ક્રીન તોડી નાખી હતી. એ પછી ૭૧ ફ્રિજ પર દંડા ફટકાર્યા હતા. મૉલના મૅનેજરે પોલીસ-ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે કમલે દિવાળી પહેલાં પગાર વધારવા કહ્યું હતું, પણ મૉલના સંચાલકે ના પાડી એટલે ગુસ્સામાં તેણે ૩ દિવસની રજા લીધી હતી. રજા પૂરી કરીને આવ્યા પછી કમલે નુકસાન પહોંચાડવા માટે ૧૮ લાખ રૂપિયાની વસ્તુઓ તોડી નાખી હતી.

madhya pradesh shopping mall Crime News national news news offbeat news directorate of enforcement