મસ્કને જોઈએ છે xAI માટે હિન્દી ટ્યુટર્સ, કલાકનો ત્રણથી પાંચ હજાર પગાર મળશે

01 November, 2024 06:04 PM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)માં ભવિષ્ય જોનારા અબજોપતિ ટેક ટાઇકૂન ઇલૉન મસ્કે ૨૦૨૩માં xAI નામે પોતાની AI કંપની શરૂ કરી છે અને હવે એને અંગ્રેજી સિવાયની ચાર વિદેશી ભાષાના ટ્યુટરની જરૂર છે

ઇલૉન મસ્કે

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)માં ભવિષ્ય જોનારા અબજોપતિ ટેક ટાઇકૂન ઇલૉન મસ્કે ૨૦૨૩માં xAI નામે પોતાની AI કંપની શરૂ કરી છે અને હવે એને અંગ્રેજી સિવાયની ચાર વિદેશી ભાષાના ટ્યુટરની જરૂર છે. આ ચાર ભાષા એટલે હિન્દી, ફ્રેન્ચ, ચીની અને અરબીના ટ્યુટર મસ્ક શોધી રહ્યા છે. આ ભાષાઓના નિષ્ણાતો સાથોસાથ અંગ્રેજી પણ એટલું જ સારું આવડતું હોવું જોઈએ. તેમણે AI ટ્યુટર-બીને ડેટા સાથે AI મૉડલનો વ્યાપ વધારવાનો છે અને એને વિવિધ ભાષાઓ શીખવાડવાની છે. ભાષાનિષ્ણાત દુનિયાના કોઈ પણ ખૂણેથી આ કામ કરી શકશે. માત્ર ૬ મહિનાની નોકરી માટે ઉમેદવારમાં ટેક્નિકલ રાઇટિંગ સ્ક‌િલ હોવી જોઈએ. એ પત્રકાર કે પ્રોફેશનલ રાઇટરની સાથે-સાથે ભાષાનો અનુભવ હોવો જોઈએ. સોમવારથી શુક્રવારે સવારે ૯થી સાંજે પાંચ વાગ્યા સુધીની આ નોકરી માટે કલાક પ્રમાણે પગાર ચૂકવાશે એટલે કે કલાકદીઠ ૩૫થી ૬૫ ડૉલર એટલે કે અંદાજે ૨૯૦૦થી ૫૪૦૦ રૂપિયા પગાર મળશે.

elon musk ai artificial intelligence tech news jobs international news news world news offbeat news