બ્રેઇન ટેક્નૉલૉજી કંપની ન્યુરાલિન્કના પહેલા બ્રેઇન ચિપ ઇમ્પ્લાન્ટમાં ટેક્નિકલ પ્રૉબ્લેમ થઈ ગયો હતો

11 May, 2024 02:20 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ ચિપ વડે પૅરૅલાઇઝ્‍ડ વ્યક્તિ પોતાના વિચાર દ્વારા ટેક્નૉલૉજીને નિયંત્રિત કરી શકે છે.

ઇલૉન મસ્ક

ઇલૉન મસ્કની બ્રેઇન ટેક્નૉલૉજી કંપની ન્યુરાલિન્કે જાન્યુઆરીમાં હ્યુમન બ્રેઇનમાં ચિપ ઇમ્પ્લાન્ટ કરીને એને કમ્પ્યુટર સાથે જોડી હતી. આ ચિપ વડે પૅરૅલાઇઝ્‍ડ વ્યક્તિ પોતાના વિચાર દ્વારા ટેક્નૉલૉજીને નિયંત્રિત કરી શકે છે. ન્યુરાલિન્કના આ પહેલા પ્રયોગની વાહવાહી થઈ હતી, પણ હવે કંપનીએ ખુલાસો કર્યો છે કે નોલૅન્ડ નામના માણસમાં સર્જરી કરીને લગાવવામાં આવેલી ચિપમાં ટેક્નિલ પ્રૉબ્લેમ થયો હતો. નોલૅન્ડની સર્જરીના અઠવાડિયા બાદ બ્રેઇન-ટિશ્યુમાં લગાવવામાં આવેલા ઇલેક્ટ્રોડ થ્રેડ પાછા ખેંચાઈ ગયા હતા જેથી ડિવાઇસ બરાબર કામ કરતું નહોતું. કંપનીએ આ સમસ્યા સૉફ્ટવેર દ્વારા ફિક્સ કરી હતી અને ચિપનું પ્રદર્શન વધુ સારું બન્યું હતું. આ બ્રેઇન-ચિપ હાલમાં સંપૂર્ણ કન્ટ્રોલમાં છે. કંપની હવે આ ચિપને રોબોટિક આર્મ્સ અને વ્હીલચૅરમાં ઇમ્પ્લાન્ટ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

HIV પૉઝિટિવ માણસે સંક્રમણ ફેલાવવા માટે ૩૦થી ૫૦ પુરુષો સાથે જાતીય સંબંધો બાંધ્યા

અમેરિકામાં ૩૪ વર્ષના એક માણસે જાણીજોઈને ૧૬ વર્ષના છોકરા સહિત ૫૦ પુરુષોને હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ એટલે કે HIVથી સંક્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઍલેક્ઝાન્ડર લુઇ જુદા-જુદા મેલ-પાર્ટનર સાથે સેક્સ્યુઅલ કૉન્ટૅક્ટ રાખતો અને પોતે HIV પૉઝિટિવ હોવાની વાત તેમનાથી છુપાવતો હતો. આ રીતે તેણે ૩૦થી ૫૦ પુરુષોમાં HIV ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. લુઇ એક વખત અન્ડરકવર ડિટેક્ટિવની જાળમાં ફસાઈ ગયો. તેણે ડિટેક્ટિવને ૧૫ વર્ષનો છોકરો સમજીને તેની સાથે અશ્લીલ વાતો કરી એમાં તેની ધરપકડ થઈ ગઈ. પોલીસે વધુ તપાસ કરતાં લુઇનો ભાંડો ફૂટી ગયો કે તેને HIV હોવા છતાં તેણે કોઈ સેક્સ્યુઅલ પાર્ટનરને આ વિશે જણાવ્યું નહોતું જેથી એ લોકો પણ સંક્રમિત થઈ જાય. હવે આ માણસ ૩૦ વર્ષ સુધી જેલમાં રહેશે.

offbeat news international news