10 June, 2024 10:42 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઇલૉન મસ્ક અને અશોક એલ્યુસ્વામી
ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ઇલૉન મસ્કે હાલમાં જ સોશ્યલ મીડિયા સાઇટ ઍક્સ પર ભારતીય મૂળના સૉફ્ટવેર એન્જિનિયર અશોક એલ્યુસ્વામીની ભરપૂર પ્રસંશા કરી છે. જાહેરમાં ઓછા લોકોની ભરપૂર પ્રસંશા કરતા મસ્કે લખ્યું છે, ‘અશોક ટેસ્લા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની ઑટો પાઇલટ ટીમમાં જોડાનારી પહેલી વ્યક્તિ છે અને ઑટોપાઇલટ સૉફ્ટવેર તૈયાર કરવામાં તેની મહત્ત્વની ભૂમિકા છે. તેના વગર ટેસ્લા અન્ય કંપનીઓ જેવી એક સામાન્ય કાર કંપની બનીને રહી ગઈ હોત.’ અશોક એલ્યુસ્વામી ટેસ્લાની AI ટીમમાં જોડાયો હતો. હવે તે આ ટીમનો લીડર છે. ટેસ્લાના ઑટોપાઇલટ ફિચર્સ ડેવલપ કરવામાં અશોકની મોટી ભૂમિકા છે. જોકે અશોકે ‘ઍક્સ’ પરની પોસ્ટમાં AIની સફળતાની ક્રેડિટ પોતાના બૉસ મસ્કને આપી છે.