11 July, 2024 10:30 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઇલૉન મસ્ક
વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક ઇલૉન મસ્કે એક અઠવાડિયા સુધી ઑમ્લેટ નહીં ખાવાનું નક્કી કર્યું છે. ઇલૉન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા હાલમાં જ તેમના અત્યાર સુધીના સૌથી મોટા રૉકેટ સ્ટારશિપને સફળાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું હતું. જોકે આ સફળતા બાદ ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ ટેક્સસમાં જ્યાં આ રૉકેટ લૉન્ચ કરવામાં આવ્યું હતું ત્યાંની આસપાસની વાઇલ્ડલાઇફને નુકસાન પહોંચ્યું હતું. આ રિપોર્ટ મુજબ નવ પક્ષીઓના માળા તહસનહસ થઈ ગયા હતા. આ ન્યુઝ તેમની લીડ હતી જેને એક યુઝર દ્વારા ટ્વિટર પર શૅર કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિને જવાબ આપતાં ઇલૉન મસ્કે ટ્વીટ કર્યું કે આ ખૂબ જ ભયાનક અપરાધ માટે હું હવે એક અઠવાડિયા સુધી ઑમ્લેટ નહીં ખાઉં.