ઘરવાળાએ પાસપૉર્ટ સાથે એવું તે શું કર્યું કે જોઈને અધિકારીએ પકડી લીધું માથું

04 November, 2023 06:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Passport Viral Video: એક માણસના પાસપૉર્ટમાં ઘરના કોઇક સભ્યએ મોબાઈલ નંબર અને ઘર ખર્ચનો હિસાબ લખી દીધો. આની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. જો કે, આમાં જે પણ લખ્યું છે તે મલયાલમ ભાષામાં છે.

પાસપૉર્ટ માટેની પ્રતીકાત્મક તસવીર

Passport Viral Video: એક માણસના પાસપૉર્ટમાં ઘરના કોઇક સભ્યએ મોબાઈલ નંબર અને ઘર ખર્ચનો હિસાબ લખી દીધો. આની તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. જો કે, આમાં જે પણ લખ્યું છે તે મલયાલમ ભાષામાં છે.

Passport Viral Video: ફરવા કે નોકરી કરવા માટે બીજા દેશ જવું હોય તો પાસપૉર્ટ અનિવાર્ય છે. આ સિવાય વિદેશમાં એન્ટ્રી મળવી મુશ્કેલ છે. કારણકે પાસપૉર્ટ લોકોની ઓળખ હોય છે કે તે કયા દેશના રહેવાસી છે. બેન્ક પાસબુકની જેમ જ આને પણ સમયાંતરે રિન્યૂ કરાવવાની જરૂર પડે છે. આમ તો Passport પર પ્રવાસનું વિવરણ લખેલું હોય છે. પણ સોશિયલ મીડિયા પર એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. કારણકે એક વ્યક્તિએ પાસપૉર્ટ સાથે જે કર્યું છે, તેને જોઈને તમે પણ દંગ રહી જશો.

પાસપૉર્ટને ડાયરી સમજી બેઠા!
Passport Viral Video: એક્સ (`ટ્વિટર) પર આનો એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. આને (@DPrasanthNair)નામના અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. કૅપ્શનમાં લખ્યું છે- એક વૃદ્ધ સજ્જને પોતાનો પાસપૉર્ટ રિન્યૂ કરાવવા માટે જમા કર્યો. પણ જ્યારે તેમણે પાનાં ફેરવ્યાં ત્યારે તેમને આશ્ચર્ય થયું. તેના પર કંઈક એવું લખેલું હતું જેને જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. માત્ર 59 સેકન્ડની આ ક્લિપ જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે કોઈએ પાસપોર્ટને પોતાની પર્સનલ ડાયરી માની લીધી છે. તેમાં માત્ર લોકોના મોબાઈલ નંબર જ નહીં પરંતુ ઘરનો હિસાબ પણ લખવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે પાસપોર્ટ રિન્યુઅલ માટે આવ્યો તો અધિકારીઓ પણ તેને જોઈને દંગ રહી ગયા. મલયાલમમાં લખેલી વસ્તુઓ હોઈ શકે છે જે વાંચી ન શકાય. પરંતુ તેના પેજ જોતા સ્પષ્ટ દેખાય છે કે તેમાં મોબાઈલ નંબર અને એકાઉન્ટ લખેલા છે.

Passport Viral Video: 2 નવેમ્બરે શૅર કરવામાં આવેલી આ ક્લિપને જોતાં તમે પણ ચોંકી જશો. સમાચાર લખાયા સુધી વાયરલ વીડિયોને લાખોમાં વ્યૂઝ મળી ચૂક્યા છે. તો લગભગ હજારો લોકોએ લાઇક કર્યો છે. આ સિવાય યૂઝર્સ કોમેન્ટ કરીને પોતાના રિએક્શન્સ આપી રહ્યા છે. એકે કહ્યું કે તેમણે તેને સેફ જગ્યાએ નહીં મૂક્યો હોય. તો બીજાએ કહ્યું - આ ફક્ત ભારતમાં જ થઈ શકે છે. તે જ સમયે અન્ય એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું- સરકાર તરફથી મફત નોટબુક મળી છે તો, આમાં ખોટું શું છે.

offbeat news offbeat videos national news social media viral videos international news world news