17 May, 2023 12:38 PM IST | London | Gujarati Mid-day Correspondent
યુકેમાં જોવા મળી રંગબેરંગી ગોકળગાય
વિવિધ રંગોવાળી ગોકળગાય લાંબા સમય બાદ યુકેમાં જોવા મળી હતી. શરૂઆતમાં આ પ્રાણી કોઈ કાર્ટૂન કૅરૅક્ટર જેવું દેખાતું હતું. ધ રૉક પુલ પ્રોજેક્ટરના વિકી બાર્લોના જણાવ્યા પ્રમાણે
વિવિધ રંગોવાળી આ ગોકળગાય એક વિશાળ પથ્થર નીચે શેવાળમાં છુપાયેલી હતી. વિવિધ રંગને કારણે એને રેઇનબો સી સ્લગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની ગોકળગાય મુખ્યત્વે સ્પેન, ફ્રાન્સ અને પોર્ટુગલના દરિયાકિનારે જોવા મળે છે. પ્રથમ વખત ઑગસ્ટ ૨૦૨૨માં આ ગોકળગાય યુકેમાં જોવા મળી હતી ત્યારથી એની શોધખોળ ચાલી રહી છે. ધ રૉક પુલ પ્રોજેક્ટના સ્વયંસેવકોએ એના પુષ્કળ ફોટો પાડીને એ જ્યાં હતી ત્યાં પાછી મૂકી દીધી હતી.