25 May, 2023 01:33 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
પ્રાઇવેટ જેટ
ફાઇવસ્ટાર હોટેલ્સ આજે પર્સનલ હાઉસકીપર અને પ્રાઇવેટ પુલ વિલાથી લઈને ડ્રાઇવર સાથે બેન્ટલી સહિત અનેક પ્રકારની સર્વિસિસ ઑફર કરે છે. જોકે કેટલાંક લક્ઝરી રિસૉર્ટ્સ હવે ગેસ્ટ્સને સાડાઆઠ કરોડ પાઉન્ડ (લગભગ ૮૭૫ કરોડ રૂપિયા)નું ફુલ્લી કસ્ટમાઇઝ્ડ પ્રાઇવેટ જેટ ઑફર કરે છે. દુબઈમાં કેટલાક પૉપ્યુલર ફાઇવસ્ટાર હોટેલ અને રિસૉર્ટ્સે પ્રાઇવેટ પ્લેન સર્વિસ ઑફર કરવાનું શરૂ કર્યું છે.
ગેસ્ટ્સ ૬૫૬ પાઉન્ડ (૬૭,૫૨૪.૨૧ રૂપિયા) પ્રતિ વ્યક્તિ પ્રતિ કલાકના ચાર્જથી ૧૬ સીટર જેટનો લાભ લઈ શકે છે. જોકે એના માટે મિનિમમ ખર્ચની શરતો લાગુ થઈ શકે છે. એમાં ફુલ્લી-ઇક્વિપ્ડ કિચન, આઠ જણ માટે ડાઇનિંગ ટેબલ, કિંગ સાઇઝ બેડ અને ડિલક્સ શાવરની સાથે માસ્ટર સ્વીટ છે. આ પ્લેનને નાઇન હોટેલ ફાઇવ નામ આપવામાં આવ્યું છે જેમાં શાનદાર લાઇટિંગ, સ્ટાઇલિશ ઇન્ટીરિયર્સ અને અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ છે. દરેક પૅસેન્જરને આઇપૅડ પૂરું પાડવામાં આવે છે જેમાં હાઈ-સ્પીડ વાઇફાઇ, ૫૫ ઇંચનાં બે ટીવી અને એક પ્રિન્ટર સ્કૅનર છે.