દુબઈમાં રસ્તા પર ચાલનારા લોકોને પણ ભરવો પડે છે હજારો રૂપિયાનો દંડ, શું છે કારણ?

21 October, 2024 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Dubai Police fines Pedestrians for not following JAY-Walking Rule: દુબઈ પોલીસે વારંવાર ચેતવણી આપી છે કે જે-વોક કરવાથી ઘાતક પરિણામ બની શકે છે. ગયા વર્ષે જે-વૉકિંગને કારણે આઠ લોકોના મોત થયા હતા અને 339 લોકો ઘાયલ થયા હતા.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

દુબઈ ત્યાંની ગ્લેમરસ, વૈભવી જીવનશૈલી, ઊંચી ઇમારતો અને અપાર સંપત્તિ માટે વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત શહેર છે. પરંતુ આ બધી લક્ઝરી લાઇફસ્ટાઇલ સાથે દુબઈ શહેર (Dubai Police fines Pedestrians for not following JAY-Walking rule) તેના કડક કાયદા માટે પણ જાણીતું છે. કેટલીકવાર તેના કાયદા એટલા કડક હોય છે કે જ્યારે અન્ય દેશોના લોકો તેના વિશે સાંભળે છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. દુબઈમાં નાનાથી નાના કાયદા કે નિયમો તોડનારને કડક સજા થાય છે અને હજારો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. હાલમાં રસ્તા પર ચાલતા લોકો પાસેથી પણ હજારો રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે, તો ચાલો જાણીએ શું છે આ કિસ્સો.

દુબઈમાં કડક ટ્રાફિક કાયદાને લઈને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આશ્ચર્યજનક વાતમાં જ્યારે લોકો સામાન્ય રીતે ખોટી ડ્રાઇવિંગ અથવા ટ્રાફિક નિયમોની અવગણના (Dubai Police fines Pedestrians for not following JAY-Walking rule) માટે ચલણ અને દંડનો સામનો કરે છે, દુબઈમાં પણ રાહદારીઓ પર ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાનું દબાણ હોય છે. ત્યાંના એક ન્યૂઝ રિપોર્ટ મુજબ  દુબઈ પોલીસ સ્ટેશને જોખમી રીતે રોડ ક્રોસ કરવા અને ટ્રાફિક સિગ્નલની અવગણના કરવા બદલ 37 લોકોને દંડ ફટકાર્યો છે અને તેમજી પાસેથી 400 UAE દિરહામનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આ વર્ષની શરૂઆતથી, દુબઈના ટ્રાફિક કાયદા હેઠળ, પરવાનગી વિના રોડ ક્રોસ કરવા અથવા ટ્રાફિક સિગ્નલ તોડવા પર 400 UAE દિરહામનો દંડ વસૂલવામાં આવે છે. દુબઈનો કાયદો જે-વોકિંગ પર કડક છે. જે-વૉકિંગનો અર્થ છે પરવાનગી વિના અથવા નિર્ધારિત સ્થળ વિના રસ્તો ક્રોસ કરવો. જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાફિક સિગ્નલ (Dubai Police fines Pedestrians for not following JAY-Walking rule) અથવા ઝેબ્રા ક્રોસિંગની અવગણના કરે છે અને રસ્તાની વચ્ચેથી અથવા એવી જગ્યાએથી રસ્તો ક્રોસ કરે છે જ્યાં ક્રોસિંગની મંજૂરી નથી, તેને જે-વૉકિંગ કહેવામાં આવે છે.

દુબઈ પોલીસે વારંવાર ચેતવણી આપી છે કે જે-વોક કરવાથી ઘાતક પરિણામ બની શકે છે. ગયા વર્ષે જે-વૉકિંગને કારણે આઠ લોકોના મોત થયા હતા અને 339 લોકો ઘાયલ થયા હતા. દુબઈની એક ન્યૂઝ ચૅનલ અનુસાર, 2023માં 44,000થી વધુ લોકોને જે-વૉકિંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. દુબઈ પોલીસે (Dubai Police fines Pedestrians for not following JAY-Walking rule) સ્પષ્ટપણે જણાવ્યું છે કે રોડ ક્રોસ કરતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે, પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ રસ્તા પર કોઈ વાહનો ન હોય ત્યારે જ ક્રોસિંગની સાચી પદ્ધતિ અપનાવે. તમને જણાવી દઈએ કે, દુબઈ ટ્રાફિક કોર્ટે અરબ ડ્રાઈવર પર ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા બદલ 2000 UAE દિરહામનો દંડ ફટકાર્યો છે, જ્યારે એશિયન રાહદારીઓને પરવાનગી વિના રસ્તો ક્રોસ કરવા બદલ 400 UAE દિરહામનો દંડ ફટકારવામાં આવ્યો છે.

offbeat news dubai international news social media saudi arabia life masala