ડબલ ડેકર બાઇક

04 September, 2024 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં હવે ડબલ ડેકર બસ દેખાતી બંધ થઈ ગઈ છે ત્યાં હવે સોશ્યલ મીડિયામાં ડબલ ડેકર બાઇકે દેખા દીધી છે.

ડબલ ડેકર બાઇક

મુંબઈમાં હવે ડબલ ડેકર બસ દેખાતી બંધ થઈ ગઈ છે ત્યાં હવે સોશ્યલ મીડિયામાં ડબલ ડેકર બાઇકે દેખા દીધી છે. પાંચ-સાત બચ્ચાં સાથે ટ્રાવેલ કરતા બાઇકરો અંતરિયાળ ગામોમાં જોવા મળી જતા હોય છે, પણ તાજેતરમાં જે વિડિયો વાઇરલ થયો છે એમાં બાઇકની ઉપર સ્ટૅન્ડ જ મૂકવામાં આવ્યું છે જેમાં બાઇકની સીટ પર બેઠેલા ત્રણ જણ ઉપરાંત સ્ટૅન્ડ પર બીજા ત્રણ જણ બેઠા છે. આવી મૉડિફાઇડ બાઇક લઈને નીકળો તો કેટલો દંડ થાય? સોશ્યલ મીડિયા પર કહેવાઈ રહ્યું છે કે ટ્રાફિકના નિયમના આવા ભંગ માટે તો ૩૦,૦૦૦ રૂપિયાનો દંડ થવો જોઈએ. 

offbeat news national news viral videos mumbai news social media mumbai