30 November, 2024 02:30 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
મેલૅનિયા, ડોનલ્ડ ટ્રમ્પ
ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ૨૦ જાન્યુઆરીએ હોદ્દાના શપથ લેશે અને પછી સત્તાવાર નિવાસસ્થાન વાઇટ હાઉસમાં રહેવા જશે. તેમની સાથે પત્ની મેલૅનિયા જશે, પરંતુ સાથે નહીં રહે. વાત એમ છે કે મેલૅનિયા પતિપરમેશ્વરને સહન કરી શકતી નથી એટલે તેણે વાઇટ હાઉસમાં અલાયદો બેડરૂમ માગ્યો છે. જોકે આ કાંઈ પહેલી વાર નથી. આ પહેલાં પણ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે માસ્ટર સ્વીટમાં રહેતા હતા, જ્યારે મેલૅનિયા ત્રીજા માળે આવેલા બે રૂમના સ્વીટમાં રહેતાં હતાં. સ્વાભાવિક રીતે જ ટ્રમ્પના પ્રવક્તાએ આ વાત ખોટી હોવાનું કહ્યું છે.
વાહ! ક્યા ચિત્રકાર હૈ
ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ટેસ્ટમૅચના બીજા દિવસે બ્રિટિશ આર્ટિસ્ટ ઍન્ડી બ્રાઉન મેદાનનું પેઇન્ટિંગ બનાવી રહ્યો હતો