બોલો, કૂતરા ફેરવવાનો પણ વર્લ્ડ રેકૉર્ડ બન્યો

21 October, 2024 02:30 PM IST  |  South Korea | Gujarati Mid-day Correspondent

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સે સોશ્યલ મીડિયા હૅન્ડલ પર એક નવા રેકૉર્ડની તસવીરો શૅર કરી છે જેમાં એક માણસ ખૂબબધા ડૉગીને લઈને એમને ફેરવવા નીકળ્યો છે અને એ તમામ ડૉગીઓને પેલા ભાઈ પટ્ટાથી કન્ટ્રોલ કરી રહ્યા છે.

મિશેલ રૂડી ડૉગલવરે રેકૉર્ડ તોડીને ૩૮ ડૉગીઓને ચલાવવાનો વિક્રમ બનાવ્યો છે

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સે સોશ્યલ મીડિયા હૅન્ડલ પર એક નવા રેકૉર્ડની તસવીરો શૅર કરી છે જેમાં એક માણસ ખૂબબધા ડૉગીને લઈને એમને ફેરવવા નીકળ્યો છે અને એ તમામ ડૉગીઓને પેલા ભાઈ પટ્ટાથી કન્ટ્રોલ કરી રહ્યા છે. પાંચમી સપ્ટેમ્બરે સાઉથ કોરિયાના ચુંગચેઓન્ગબુક-ડો નામના ભાઈએ એકસાથે ૩૬ ડૉગીઓને ચલાવવાનો રેકૉર્ડ બનાવ્યો હતો, પણ મિશેલ રૂડી નામના બીજા ડૉગલવરે આ રેકૉર્ડ તોડીને ૩૮ ડૉગીઓને ચલાવવાનો વિક્રમ બનાવ્યો છે. એકસાથે સૌથી વધુ કૂતરાઓને લીશથી બાંધીને બધાને એકસાથે એક કિલોમીટર સુધી ચલાવવાની ચૅલેન્જ આ વિક્રમમાં હતી. મિશેલ રૂડી ડૉગ-ટ્રેઇનર છે અને તેણે એક શેલ્ટર હોમમાં રાખેલા રખડતા શ્વાનોને ચલાવ્યા હતા.

guinness book of world records south korea viral videos social media offbeat news international news news world news