ભૂકંપ આવ્યો ત્યારે ચાલુ સિઝેરિયન અટકાવીને ડૉક્ટરો દરદીને ઓપન પાર્કમાં લઈ ગયા અને ત્યાં સર્જરી પૂરી કરી

31 March, 2025 08:56 PM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

શુક્રવારે બપોરે જ્યારે ૧૨.૫૦ વાગ્યાના લોકલ ટાઇમ મુજબ થાઇલૅન્ડ ભૂકંપથી ધણધણી ઊઠ્યું હતું ત્યારે ચોતરફ અફરાતફરી મચી ગઈ હતી. જોકે બૅન્ગકૉકની પોલીસ જનરલ હૉસ્પિટલમાં જે એક ઘટના બની એ સ્થાનિક ડૉક્ટરો અને હૉસ્પિટલની સુવ્યવસ્થાનો અનોખો પરચો આપે છે.

ભૂકંપ આવ્યો ત્યારે ચાલુ સિઝેરિયન અટકાવીને ડૉક્ટરોએ ઓપન પાર્કમાં સર્જરી પૂરી કરી

શુક્રવારે બપોરે જ્યારે ૧૨.૫૦ વાગ્યાના લોકલ ટાઇમ મુજબ થાઇલૅન્ડ ભૂકંપથી ધણધણી ઊઠ્યું હતું ત્યારે ચોતરફ અફરાતફરી મચી ગઈ હતી. જોકે બૅન્ગકૉકની પોલીસ જનરલ હૉસ્પિટલમાં જે એક ઘટના બની એ સ્થાનિક ડૉક્ટરો અને હૉસ્પિટલની સુવ્યવસ્થાનો અનોખો પરચો આપે છે. ૭.૭ તીવ્રતાના ભૂકંપથી જ્યારે ધરતી ધણધણી ઊઠી હતી ત્યારે આ હૉસ્પિટલમાં ડૉક્ટરો એક મહિલાની સિઝેરિયન ડિલિવરી કરાવી રહ્યા હતા. એક વારના ભૂકંપ પછી તરત આફ્ટરશૉક્સ આવી રહ્યા હોવાથી ડૉક્ટરોએ તાત્કાલિક હૉસ્પિટલ ખાલી કરાવવી પડી હતી. ઑપરેશન થિયેટરમાં હજી સર્જરી અધૂરી હતી ત્યારે પેશન્ટનું શું કરવું એવો પ્રશ્ન ઊભો થયો ત્યારે ડૉક્ટરોએ સર્જરી અટકાવીને દરદીને તરત સ્ટેબલ કન્ડિશનમાં લાવીને હૉસ્પિટલનો ઍડ્‍મિનિસ્ટ્રેટિવ સ્ટાફ દરદીને સ્ટ્રેચર સહિત હૉસ્પિટલમાંથી બહાર ખુલ્લા પાર્કમાં લઈ ગયા અને ત્યાં ઓપન પાર્કમાં ડૉક્ટરોએ સિઝેરિયન સર્જરી ૧૦ મિનિટમાં પૂરી કરી હતી. હૉસ્પિટલની બહારના પાર્કમાં ડૉક્ટરો સર્જરી કરતા હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. ડૉક્ટરનું કહેવું હતું કે ભૂકંપના ઝટકા આવ્યા ત્યારે જ દરદીએ દીકરાને જન્મ આપ્યો હતો અને એ પછી દરદીના પેટ પર ટાંકા લેવાનું કામ બિલ્ડિંગની બહાર આવીને કરવામાં આવ્યું હતું.’

thailand bangkok social media viral videos offbeat videos offbeat news