23 September, 2024 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
વાઇટ કૉલર જૉબના નામે રોજ ૧૦થી ૧૨ કલાક કામ કરતા લોકોને આંચકો લાગી જાય એમ છે, કારણ એ છે કે તમે બહુ ‘ઊંચા હોદ્દા’ પર રહીને મહિને લાખ-સવા લાખ રૂપિયા કમાતા હશો, પણ એક ભંગારવાળો આમ-તેમ ભટકીને એટલું કમાઈ લે છે. સોશ્યલ મીડિયા પર @D3vilsCall નામના અકાઉન્ટ પરથી શૅર થયેલા એક વિડિયોમાં વ્લૉગર રસ્તા પરથી કચરો વીણતા એક માણસને પૂછે છે, ‘દિન કા કિતના કમા લેતે હો?’ પેલો સહજતાથી કહે છે, ‘પાંચ હજાર...’ એ સાંભળીને અચરજમાં ડૂબેલો પ્રશ્નકર્તા પૂછે છે, ‘એક દિવસમાં?’ તો ફરીથી પેલો ભંગારવાળો હસતાં-હસતાં હા પાડે છે અને ત્યાંથી નીકળી જાય છે. આ વિડિયો નીચે કોઈકે કમેન્ટ કરી હતી, ‘બસ, હવે થેલો લઈને નીકળવાનું જ બાકી છે.’