ડિઝની સુપરફૅને માત્ર ૧૨ દિવસમાં ડિઝની ગ્લોબલ રાઇડ ચૅલેન્જ પૂર્ણ કરી

23 March, 2023 11:47 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

ડિઝની ગ્લોબલ રાઇડ ચૅલેન્જ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાના નિર્ણયની જાહેરાત કરવા યુટ્યુબ પર પોસ્ટ કરેલા વિડિયોમાં તેણે કહ્યું કે ૨૦૧૮માં મેં એક જ દિવસમાં ડિઝનીલૅન્ડની બધી રાઇડનો આનંદ માણ્યા બાદ બીજા દિવસે ફરીથી એમ કર્યું હતું

નૅથન ફાયરશીટ્સ

જ્યૉર્જિયાના વતની અને ડિઝનીના સુપરફૅન નૅથન ફાયરશીટ્સે વિશ્વના તમામ ૧૨ ડિઝની પાર્કની ૧૨ દિવસની ટૂર કરી ડિઝની ગ્લોબલ રાઇડ ચૅલેન્જ પૂર્ણ કરી હતી. ટ્વિટર પર નૅથને પોસ્ટ કરેલા વિડિયોમાં તેણે ૧૨ દિવસમાં ૧૨ પાર્કની ૨૧૬  રાઇડ્સનો આનંદ માણ્યો હતો.  

આ ૧૨ દિવસની ટ્રિપમાં નૅથને ફ્રાન્સ, ચીન, જપાન, કૅલિફૉર્નિયા અને ફ્લૉરિડાનો પ્રવાસ કર્યો હતો. આ ૧૨ દિવસ દરમ્યાન તેણે ડિઝનીલૅન્ડ પૅરિસના ઑર્બિટ્રોનથી શરૂ કરીને મૅજિક કિંગડમના ઍસ્ટ્રો ઑર્બિટર સુધીના તમામ ડિઝની પાર્કની બધી ૨૧૬ રાઇડ્સનો આનંદ માણ્યો હતો. 

આ સૌથી મોટી ચૅલેન્જ હોવા છતાં નૅથન ફાયર​શીટ્સે પૂર્ણ કરેલી આ પહેલી ચૅલેન્જ નથી. ડિઝની ગ્લોબલ રાઇડ ચૅલેન્જ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાના નિર્ણયની જાહેરાત કરવા યુટ્યુબ પર પોસ્ટ કરેલા વિડિયોમાં તેણે કહ્યું કે ૨૦૧૮માં મેં એક જ દિવસમાં ડિઝનીલૅન્ડની બધી રાઇડનો આનંદ માણ્યા બાદ બીજા દિવસે ફરીથી એમ કર્યું હતું. પછીથી કૅલિફૉર્નિયાના ડિઝનીલૅન્ડ અને ફ્લૉરિડાના વૉલ્ટ ડિઝની વર્લ્ડમાં માત્ર ૩૬ કલાકમાં સફળ રીતે પહેલી વાર કૉસ્ટ-ટુ-કૉસ્ટ કમ્પ્લીશન પૂર્ણ કર્યું હતું. 

offbeat news international news florida united states of america disneyland