બાગેશ્વરબાબાને ગિફ્ટમાં મળી હેલ્મેટ, એ પહેરીને કર્યો સત્સંગ

06 July, 2024 02:14 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

ધીરેન્દ્ર શાસ્ત્રીએ તરત જ હેલ્મેટ પહેરી લીધી હતી અને ત્યાર બાદ સત્સંગ કર્યો હતો.

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને બર્થ-ડે ગિફ્ટમાં હેલ્મેટ મળી હતી. એ પહેરીને તેમણે સત્સંગ કર્યો હતો. મધ્ય પ્રદેશના છતરપુરમાં તેઓ સત્સંગ કરી રહ્યા હતા. એ દરમ્યાન એક માણસ તેમને ગિફ્ટમાં આપવા માટે હેલ્મેટ લઈને આવ્યો હતો. મુગારી ગામના વ્યક્તિ બાલવીરે ધીરેન્દ્ર શાસ્ત્રીને ગિફ્ટ આપીને કહ્યું હતું કે તેમના પર લોકો જ્યારે ફૂલ ફેંકે છે ત્યારે તેમને એ વાગી શકે છે, એથી કારમાંથી જ્યારે ઊતરે ત્યારે આ હેલ્મેટ પહેરીને ઊતરવું જેથી તેમને એ વાગે નહીં. આ વ્યક્તિની વાત સાંભળીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ તરત જ હેલ્મેટ પહેરી લીધી હતી અને ત્યાર બાદ સત્સંગ કર્યો હતો.

હૉસ્પિટલના પ્રાંગણમાં નાગ-નાગણનો ડાન્સ

નાગ અને નાગણ જ્યારે સહવાસ માણે છે ત્યારે પહેલાં એ ખૂબ અદ્ભુત ડાન્સ કરતાં હોય છે. આવું નાગનૃત્ય આગરા જિલ્લાના જૈતપુર ગામમાં આવેલી એક નાનકડી હૉસ્પિટલના પ્રાંગણમાં જોવા મળ્યું હતું. લગભગ ૫૦ સેકન્ડના ડાન્સ-વિડિયોમાં નાગ-નાગણ ખૂબ જ સુંદર પ્લેફુલ ડાન્સ કરી રહ્યાં છે. આ ઘટના જોનારા લોકોનું કહેવું હતું કે આ ડાન્સ લગભગ અડધો કલાક સુધી ચાલ્યો હતો.

offbeat news madhya pradesh life masala