૧૬ કરતાં ઓછા કલાકમાં દિલ્હી મેટ્રોનાં તમામ ૨૮૬ સ્ટેશનની લીધી મુલાકાત

26 June, 2023 11:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ રેકૉર્ડ તેણે એપ્રિલ ૨૦૨૧માં બનાવ્યો હતો.

શશાંક મનુ

દિલ્હી મેટ્રોલાઇન પર કુલ ૨૮૬ સ્ટેશન છે. શશાંક મનુ નામની વ્યક્તિએ ૧૫ કલાક ૨૨ મિનિટ અને ૪૯ સેકન્ડમાં એ તમામ સ્ટેશનની મુલાકાત લેવા બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં નામ નોંધાવ્યું છે. તેને દિલ્હી મેટ્રોમાં ફરવાનું ગમે છે. આ રેકૉર્ડ તેણે એપ્રિલ ૨૦૨૧માં બનાવ્યો હતો. શશાંક મનુએ સવારે પાંચ વાગ્યે બ્લુ લાઇનથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો અને ​ગ્રીન લાઇન પર આવેલા બ્રિગેડિયર હોશિયાર સિંધ સ્ટેશન પર રાતે ૮.૩૦ વાગ્યે પોતાનો પ્રવાસ પૂરો કર્યો હતો. આ અવૉર્ડ અગાઉ ગેરસમજને કારણે મેટ્રોના રેવન્યુ ઇન્સ્પેક્ટર પ્રફુલ્લ સિંહને આપવામાં આવ્યો હતો. તેમને ૨૦૨૧ની ૨૯ ઑગસ્ટે તમામ સ્ટેશન કવર કરવામાં ૧૬ કલાક અને બે મિનિટ લાગી હતી. શશાંક મનુએ આ રેકૉર્ડ કરતી વખતે ઘણી મુશ્કેલી પડી હતી. પ્રવાસ કરતી વખતે તેણે ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન કરવાનું હતું. દરેક સ્ટેશન પર ફોટો લેવાનો હતો. લોકોની એક રિસીટ પર સહી લેવાની હતી અને પોતાની સાથે સતત બે સાક્ષીઓને રાખવાના હતા.  

delhi metro rail corporation guinness book of world records new delhi national news