16 November, 2024 02:35 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શેફાલી નાગપાલ નામની મેકઅપ આર્ટિસ્ટ હેલોવીન ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા ભૂત જેવાં કપડાં અને મેકઅપ કરીને નીકળી
દિલ્હીના પશ્ચિમ વિહારમાં શેફાલી નાગપાલ નામની મેકઅપ આર્ટિસ્ટ હેલોવીન ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા ભૂત જેવાં કપડાં અને મેકઅપ કરીને નીકળી હતી. સફેદ રંગના સ્લીવલેસ ડ્રેસ પર
ઠેર-ઠેર લોહી જેવી દેખાતી લાલ શાહી અને ડરામણા લેન્સ પહેરીને શેફાલી નજીકના પાર્કમાં નીકળી હતી. શરૂઆતમાં તેને જોઈને કેટલાંક બાળકો ડરી ગયાં હતાં. કેટલાંકે તેને ઊભી રાખીને ફોટાે પણ લીધા. એ જોઈને તેને લાગ્યું કે લોકોને તેનો ઘોસ્ટ-લુક પસંદ આવ્યો છે એટલે તે બાજુની ગલીમાં પ્રવેશી. જોકે બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું એવામાં અચાનક શેરીનું કૂતરું આવી ચડતાં સીનમાં જે ટ્વિસ્ટ આવ્યો કે ન પૂછો વાત. કૂતરું તેને જોઈને ભોંકવા લાગ્યું અને તેની પાછળ જ પડી ગયું.